Image Alt

Gujarati

જયારે મનીષાબેન બોમ્બેથી લંડન ગયા ત્યારે પછી અવાર નવાર ફોન કોલ્સ મા સોભાગ અંકલ વિશે વાતો થતી એમના હેલ્પ ફુલ નેચર ની , કઈ કઇ રીતે એ મનીષાબેન ને હેલ્પ કરી રહયા હતા વગેરે. આ સાંભળી ને એમને રૂબરૂ મળવાની ખુબ ઈચ્છા થતી. મનીષાબેન અમારા ફેમિલી મા સૌથી નાના…અને જયારે આપણી નાની દિકરી વિદેશમાં પોતાની ટેલેન્ટ ના બળ પર સંધર્ષ કરી આગળ વધવા ના પ્રયત્નો કરી રહયા હોઈ એવા સમયે જો કોઈ વ્યકતી આપણી દિકરી ને તમામ રીતે હેલ્પ કરી રહયા હોઈ તો આપણુ ટેન્શન એકદમ જ હળવુ થઈ જાય. એવુ જ અનુભવ્યુ અમે પણ… કહે છે ને, “ઓળખાણ એ મોટી ખાણ”

પછી તો જયારે પણ તેઓ ઈન્ડીયા આવતા અચૂક મલવાનુ થતુ. અંકલ ને લોકો સાથે ભેગા થઈ એનજોઈ કરવુ અને બધાને મજા કરાવવી બહુ ગમે. મલીયે એટલે પછી તો અનેક વિષયો પર વાતો થતી. મને યાદ છે ઘણી વખત અમે રાત્રે 1 વાગ્યા સુધી વાતો કરતા હોઈ. બધાને એકબીજા સાથે એટલુ ગમે કે અમે સોભાગ અંકલ ના ઈન્ડીયા આવવાની રાહ જોતા હોય. જયારે મનીષાબેન ના મેરેજ નુ નક્કી કર્યું ત્યારે અમારા ઘર ના વડીલ તરીકે મનીષાબેન ના કન્યાદાન કરવાનુ સૌભાગ્ય સ્વેચ્છાએ અમે એમને આપ્યુ.

કહેવાય છે કે જન્મ આપનાર મા બાપ કરતા પાલન કરનાર મા બાપ મહાન છે એકઝેટલી આવી જ રીતે સોભાગ અંકલ અને અંજુબેન મનીષાબેન ના તમામ વહેવાર ખૂબ જ સરસ રીતે સાચવે છે અમે કદાચ લઁડન આવીને ન કરી શકીએ પણ તેઓ એ મનીષાબેન ના તમામ પ્રસંગો કર્યા છે: મનીષાબેન નુ સીમંત..જીયા ની ડિલીવરી વગેરે..ત્યા સુધી કે મનીષાબેન ડ્રાઈવિંગ શીખવા જતા ત્યારે જીયા ને સંભાળવા ની તમામ જવાબદારી અંજુબેન સંભાળતા. પારકા ને પોતાના કરવાનુ કોઈ એમના થી શીખે.

સોભાગ અંકલ ના સ્વભાવ ની વાત કરુ તો એ એક એવી વ્યક્તિ છે કે જે કોઈ પણ વસ્તુ નુ ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરે જેમ કે અમારા ઘરે જમવા આવ્યા હોઈ તો દરેક આઇટમ નુ એ કેવી રીતે બનાવી? શેનાથી બનાવી? વગેરે વસ્તુ નુ રસપૂર્વક ચર્ચા કરે અને ખરેખર આનંદ તો ત્યારે આવે કે જયારે એ લંડન પાછા જાય ત્યારે મનીષાબેન ને સ઼પેશયલી ફોન કરી બધી વાત કરે અમારા ઘરે શુ જમ્યા હતા કેવુ બન્યુ હતુ વગેરે.

મને યાદ છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ના જીવન પર સોભાગ અંકલ ખૂબ જ પ્રભાવિત થયેલા. ગાંધીજી ના કાર્યો વિશે એમણે આફ્રિકા ઈન્ડીયા બધી જગ્યાએ સનશોધન કરી ખૂબ જ સરસ માહિતી એકત્રિત કરેલી અને લંડન ઈન્ડીયા બધે મહાત્મા ગાંધીજી ના જીવન વિશે લોકો ને માહિતગાર કરવા સચિત્ર પ્રદર્શન કરેલા. બધી માહિતી નુ ખૂબજ બારીકાઈથી સંકલન કરેલુ. આ કાર્ય ખૂબજ પ્રશંસનીય હતુ.

આજે એવો સમય આવ્યો છે કે લોકો ખૂબજ સંકુચિત વિચારદૃષિટ ધરાવે છે. પોતાના ફેમિલી સિવાય કોઈ ને બીજા વિશે વિચારવાનો પણ ટાઈમ નથી પણ સોભાગ અંકલ એવી વ્યક્તિ છે જે બધાને સાથે લઈને આગળ ચાલે છે. એમના ફેમિલી વિશે ખૂબજ ડિટેઈલ મા માહિતી એકત્રિત કરી એમનું ફેમિલી ટ્રી રજૂ કરી અન્યો ને પણ પ્રેરિત કરેલા. આમ તમામ પ્રસંગો મા અમે આમંત્રિત હોઈએજ.

ધીમે ધીમે આ સંબંધ સોભાગ અંકલ અને અંજુબેન સાથે સીમીત ન રહેતા એમના ફેમિલી મેંબર્સ અને અમારા ફેમિલી મેંબર સાથે જોઈન થયો. સોભાગ અંકલ ઈન્ડીયા આવે ત્યારે દરેક વખતે કોઈ તો સાથે હોઈ જ લંડન થી કે આફ્રિકા થી તેઓ ને પણ અમારા ઘરે લઈને આવે એવી જ રીતે અમારા ફેમિલી ના પ્રસંગો મા પણ તેઓ અચૂક હાજર હોઈ. મનીષાબેન ના મોટા બેન જયશ્રી બેન ના દિકરા નિરવ ની સગાઈ કંકોતરી લેખન અને મેરેજ બધા પ્રસંગો મા સોભાગ અંકલ અને અંજુબેને પૂરતી હાજરી આપેલી એવી જ રીતે એમના વર્સોવા ના ફ્લેટ ના હાઉસ વોર્મિંગ મા પણ અમે આમંત્રિત થયેલા. મનીષાબેન ના મોટા બેન જ્યોતી બેન ની દિકરી હેમાલી ના મેરેજ નો પ્રસંગ પણ સોભાગ અંકલ અને અંજુબેને એમની હાજરી થી શોભાવેલો.

મને યાદ છે જયારે વૃશની સગાઈ કરેલી ત્યારે એની અનાઉસમેંટ પાર્ટી અહીં ઈન્ડીયા આવી આપેલી અને ત્યારે જ બધાને લંડન મેરેજ મા આવવા માટે આમંત્રિત કરેલા. મેરેજ મા કોણ કોણ આવશે, જે લોકો આવે છે એમનો પાસપોર્ટ રેડી છે કે બનાવવાનો છે, એ સિવાય બીજા ડોકયુમેન્ટસ બધુ રેડી કરવાનુ, સ્પોન્સર લેટર મોકલવાનુ, વગેરે તમામ બાબતો ની બધા સાથે ચર્ચા કરી એમના તરફથી પૂરો સપોર્ટ આપેલો. એમના આગ્રહ થી જ અમે પણ વૃશ ના મેરેજ નો પ્રસંગ અટેંડ કરવાની હિંમત કરી લંડન ગયેલા. જનરલી મે જોયુ છે કે જેમના ઘરે પ્રસંગ હોય એમની ઉપર ઘણી જવાબદારી હોય એટલે આમંત્રિત મહેમાનો ને એ બરાબર અટેંડ ના કરી શકે પણ સોભાગ અંકલ નુ તમામ ફંકશન એટલુ વેલ પ્લાન્ડ હતુ કે સાત દિવસ સુધી આફ્રિકા ઈન્ડીયા બધી જગ્યાએ થી આવેલા તમામ મહેમાનો ને એમણે ખૂબ જ સરસ રીતે અટેંડ કર્યા. અમે મનીષાબેન ના ઘરે રહેતા પણ રોજ સવારે અંકલ નો ફોન આવી જાય કે આજે તમારો શુ પ્લાન છે? અમે રોજ સાંજે એમણે ગોઠવેલા ફંકશન મા જોઈન થઇ ખૂબજ આનંદ કરતા. અમે ગયેલા ત્યારે નવરાત્રી નો ઉત્સવ હતો. બધાને એક દિવસ લંડન ની નવરાત્રી જોવા લઈ ગયા, એક દિવસ વિગન નુ નરસિંગ હોમ જોવા લઇ ગયા, આમ ખૂબજ સરસ રીતે બધાને અટેંડ કરેલા. ખૂબજ વેલ ઓર્ગેનાઇઝડ મેરેજ ફંકશન હતુ. પ્રોપર ઈન્ડીયન ટ્રેડિશન થી મેરેજ ની તમામ વિધી કરેલી. સોભાગ અંકલ અને અંજુબેને ખાસ એક વસ્તુ ફરજિયાત રાખેલી કે જયારે મેરેજ ની વિધી ચાલતી હોય ત્યારે બધાએ શાંતિ પૂર્વક વિધી જોવાની અને વર વધૂ ને દિલ થી આશીર્વાદ આપવાના કે જેઓ એમનુ નવુ જીવન શરુ કરવા જઇ રહયા છે જે મને ખૂબજ ગમી હતી. એકદમ શાંતિપૂર્ણ માહોલમાં તમામ વિધી જોવાની ખૂબ જ મજા આવી.

એક ઉમદા વ્યક્તિ તરીકે સોભાગ અંકલ વિશે લખવા માટે શબ્દો ઓછા પડે… આપણે જોતા હોઈએ છીએ ઘણા લોકોને ખૂબજ ભક્તિ પૂજાપાઠ કરતા, પણ “જન સેવા એ જ પ્રભુ સેવા” એ કથન ને સાર્થક કરી છે સોભાગ અંકલે… એમના ઘણા બધા ઉમદા કાર્યોમાથી અમારા હ્રદય ને જે સૌથી વધારે સ્પર્શ કરે છે એ છે કે જેમના ફેમિલી મા કોઈ પર્સન ની ડેથ થઈ જાય ત્યારે એ પર્સન ના ઘર ના સભ્યો ની મેન્ટલ કે ફાઈનાન્સીયલ પરિસ્થિતિ એવી હોય કે જે એમના ફ્યૂનરલ ની પણ વ્યવસ્થા ના કરી શકતા હોય એવા ફેમિલી ની આ બધી અરેંજમેનટ સોભાગ અંકલ કરતા હોય છે. “સિમ્પલ લિવીંગ એન્ડ હાઇ થીનકીંગ” આ કથન ને ખૂબજ સાર્થક કરે છે એમનું વ્યક્તિત્વ.